- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Ras, Garba And Dandiyaras Of Charani Tradition
ચારણી પરંપરાના રાસ, ગરબા અને દાંડીયારાસ:400 વર્ષ પહેલાં કચ્છ-કાઠીયાવાડથી આવી ગોધરાના છબનપુરમાં વસવાટ કરતા ચારણ ગઢવી સમાજની પરંપરા આજે પણ જીવંત
- કૉપી લિંક
નવરાત્રિની શરૂઆત સાથે દરેક લોકો માં જગદંબાની આરાધના કરવા સૌ કોઈ ગરબા રમી રહ્યા છે.અત્યારે તો લોકો પાર્ટી પ્લોટમાં સૌથી વધારે ગરબા રમવા જતા હોય તે જોવા મળી રહ્યું છે. જો કે ગામડાઓમાં હજી કેટલીક જગ્યાએ જૂની પરંપરા જીવંત છે. અહીં પરંપરાગત રીતે ગરબા રમવા
ગોધરા શહેરમાં આવેલ પોપટપુરા ખોડીયાર માતાજી મંદિર પાસે રમાતી દેશી અને પ્રાચીન ગરબાની પરંપરાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. માતાજીના ગીતો, ગરબા, છંદ, દુહા ગાઇને તબલા અને મંજીરાના તાલે ગરબાની રમઝટ બોલાવે છે. જ્યાં ચારણ ગઢવી સમાજના ખેલૈયાઓનો ઉત્સાહ અને શ્રદ્ધા કંઇક અલગ જ જોવા મળે છે.
આજથી 300થી 400 વર્ષ પહેલાં ચારણ ગઢવી સમાજની પેઢીઓ કચ્છ - કાઠિયાવાડ થી આવીને ગોધરા તાલુકાના છબનપુર ખાતે નેસડો બનાવીને કાયમી નિવાસ કરી રહ્યા છે. જ્યાં નેસડો હોય ત્યાં વડી આઈ આવડમાં ના ફળાનું સ્થાપન કરતાં હોય છે. ત્યાં જ ચારણી પરંપરા પ્રમાણે રાસ ગરબા અને દાંડીયા રાસ રમતા હોય છે. જે એક વીરરસનું આબેહૂબ પ્રતિકૃતિ કરાવતા હોય છે.
અહી ચારણ ગઢવી સમાજે જ્યારથી છબનપુર માં નેસડો સ્થાપ્યો ત્યારથી પ્રાચીન ગરબા રમાય છે. આ ગરબામાં દાંડીયા રાસ મુખ્યત્વે રમાય છે, જેમાં ગાયક કલાકારો એકથી એક ચઢિયાતા દુહાઓ અને માતાજીની સ્તુતિ કરે છે અને ખેલૈયાઓ માતાજીની એ આરાધના માં તરબોળ થઈને દાંડીયા રાસ રમે છે.